મોરબીના રફાળેશ્વર મંદિરથી જોધપર જવાના રસ્તે આવેલા ફાટક પાસે બુધવારે રાતના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ બન્ને કારમાંથી ઉતરેલા શખ્સો વચ્ચે જોરદાર બોલાચાલી અને મારામારી થઈ હતી, અને લાકડી અને ધોકા ઉડ્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં બન્ને પક્ષે મારામારી થતા એક પક્ષે કારમાં પથ્થરના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. આ ઘટનામાં ત્રણ યુવાનને ઈજા પણ પહોંચી હતી. એક કારમાં સવાર ઉદ્યોગકારે તેના કારખાનાની રકમ રૂ 2.93 લાખની લૂંટ થયાની પણ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બુધવારે રાત્રે ઘટનાની જાણ થતા સિરામિક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના સિવિલ હોસ્પિટલ તેમજ એસપી કચેરી દોડી ગયા હતા અને લૂંટ કરનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લેવા તેમજ આરોપીઓને ઝડપી લેવા માંગણી કરવામાં આવી હતી.
આ ઘટનામાં સામા સામી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રજની પરસોતમ સુરાણીએ સુલતાન,અજય અને ગૌતમ એમ ત્રણ શખ્સ સામે તેની કાર સાથે આરોપીઓએ કાર અથડાવ્યા બાદ મારામારી કરી રૂ. 2.93 લાખની બાદ પોલીસે ગુરુવારના રોજ બન્ને પક્ષમાંથી ખીમભા પંચાલભા ગઢવી,સાગરભા ખીમભા ગઢવી, ગૌતમ જયંતી મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલા તેમજ અજય જગદીશ ચારોલાને ઝડપી લીધા હતા. તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં મેજીસ્ટ્રેટ દ્વારા તમામને જેલ હવાલે કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જે બાદ તમામને મોરબી જિલ્લા જેલ ખાતે મોકલી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.