મોરબીની ઘટના:લખધીરપુર નજીક કોલસો ભરેલી ટ્રકમાં આગ, 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા હોલિસ સીરામીકથી એન્ટિક સિરામિક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે અંદાજે એક વાગ્યાની આસપાસ કોલસો ભરીને જતા ટ્રકમાં અચાનક ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી. અને ગણતરીની મિનિટોમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. અને સમગ્ર ટ્રક આગ હવાલે થઇ ગયો હતો.

સમય સુચકતાના કારણે કોઇ જાનહાની નહીં
આ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયર વિભાગના વસીમ મેમણ, નિલેશ રાઠોડ અને રૂપેશ સહિતનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને દોઢથી બે કલાક સુધી પાણીનો એકધારો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું નહોંતુ. પણ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. ઉદ્યોગો સાથે ધમધમતા આ વિસ્તારમાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર રહે છે. અહીં આગજનીની ઘટના ખુબ જોખમી બની રહે છે. સદનસીબે આગજનીની ઘટના ગત રાત્રીના સમયે બનેલી હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. સદભાગ્યે સમય સુચકતાના કારણે કોઇ જાનહાની પણ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...