આગ:માળિયા નજીક અણિયારી ટોલનાકું ક્રોસ કરે તે પહેલા આઇસરમાં આગ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવથી ટોલબૂથના કર્મચારીઓમાં નાસભાગ મચી, સદનસીબે જાનહાનિ ટળી
  • અફરાતફરીના પગલે અનેક વાહનોની અવરજવર અટકાવાઇ, ટ્રાફિક જામ

માળિયા નજીક અાવેલા અણીયારી ટોલનાકા પાસે આજે એક ગંભીર દુર્ઘટના થતાં અટકી હતી અને ટોલનાકું પસાર કરે તે પહેલાં જ એક અાઇશરમાં આગ ભભૂકી ઉઠી હતી. આથી ઘડીભર તો ટોલબૂથના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. કર્મચારીઓએ જ આગ પર કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આગમાં કોઇ જાનહાનિ ન થતાં ટોલબૂથ કર્મચારીઓ, સંચાલકોએ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા અમદાવાદ હાઇવે પર શનિવારે બપોરના સમયે એક આઇસર જઈ રહ્યું હતું તે દરમિયાન અનિયારી ટોલનાકાના ગેટ પાસે જ આઇસરમાં આગ ફાટી નીકળી હતી. અચાનક ટ્રકમાં આગની ઘટના બનતા ટોલ કર્મીઓઓમાં પણ ભારે અફરા તફરી અને નાસભાગ સર્જાઈ હતી. જે બાદ ટોલ કર્મીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આગની આ ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી.બનાવને પગલે થોડીવાર માટે ટોલ ગેટ પર વાહનની અવર જવર અટકાવી દેવાઈ હતી.ટ્રકની આગ કાબુમાં આવ્યા બાદ ફરી રાબેતા મુજબ વાહન શરૂ કરવામાં આવ્યા હતા.આઇસર ટ્રકમાં અચાનક કઇ રીતે આગ લાગી તે અંગે કશું સ્પષ્ટ થયું નથી.

પ્રાથમિક તપાસમાં એવી બાબત ખુલી છે કે અગાઉ ગાડીનો અકસ્માત થયો હતો. જેના કારણે તેઓએ આ ગાડીને વીમા કંપનીમાં રીપેર કરવા માટે આપી હતી.ત્યાંથી તેઓ શુક્રવારે સાંજે તેના ઘરે લઇ આવ્યા હતા અને આજે બપોરે તેઓ શો રૂમ પર તેમનું સ્પેર વ્હીલ લેવા માટે નીકળ્યા હતા અને ગાડીનું હોર્ન બંધ હોવાથી તેવો શો-રૂમ પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન દેવળીયાથી નીકળ્યા હતા અને અણીયારી ટોલનાકે પહોંચતા અચાનક જ ગાડીમાં આગ લાગી હતી.સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...