દુર્ઘટના:મોરબીના રવાપર રોડ પર મોબાઈલની દુકાનમાં આગ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરની ટીમે બે કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં મેળવી

મોરબીના રવાપર રોડ પર આવેલ એક મોબાઈલ શોપમાં મંગળવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.આગે ગણતરીની મિનિટમાં મોટું સ્વરૂપ લઈ લેતા ફાયર વિભાગ દ્વારા 2 કલાકનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબી શહેરના રવાપર રોડ પર ચકીયા હનુમાન આવેલા શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામના જથ્થાબંધ મોબાઈલ શોપમાં મંગળવારે મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.રાત્રીના સમયે દુકાન બંધ હોવાથી આગ આખી દુકાનમાં પ્રસરી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા.બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને દોઢ થી બે કલાક સુધી પાણીના મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનાનું સતાવાર કારણ સામે આવ્યું નથી પણ પ્રાથમિક તપાસમાં શોક્સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ લગાવવમાં આવી રહ્યા છે.આ બનાવમાં મુદામાલ જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...