હુમલો:મોરબીમાં મશ્કરી કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાકૂટમાં તલવાર, છરી અને ધોકા ઉડ્યા: 2 મહિલા સહિત 4ને ઈજા
  • પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ હુમલો કરવા અંગે ગુનો દાખલ કર્યો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે મશ્કરી કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ વિવાદ વધુ વકરતા બન્ને જૂથના લોકોએ એકબીજા સામે છરી,પાઈપ અને ધોકા સહિતના હથિયાર વડે એક બીજા પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલા કરી દેતા બન્ને પક્ષમાં મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચતા મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરી છે.

પોલીસ મથકમાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા રફીક નુરમામદભાઇ જામે નોધાવેલી ફરિયાદ મુજબની આરોપી નેકમામદ સલેમાનભાઇ ભટી મશ્કરી કરતો હોય જે રફીકભાઈને સારૂ નહી લાગતા મસ્તી કરવાની ના પાડી હતી. જેથી નેકમામદે ઉશ્કેરાઇ જઇ અન્ય આરોપીઓ સાજીદ શબીરભાઇ જેડા, જાવેદે અને ફિરોજે સાથે મળી રફીકને ડાબાસાથળના ભાગે લોખંડનો પાઇપ મારી તેમજ આરોપીએ માથામા ધારીયુ તેમજ તલવાર, આડેધડ લોખંડના પાઇપ મારી મુંઢ ઇજા કરી તેમજ રફીકભાઈને બચાવવા વચ્ચે પડેલા નસીમબેન તથા નજમાબેનને પણ માથામા ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હત્યાની કોશીશ કરી હતી. તેમજ બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તો સામે પક્ષે સાજીદભાઇ શબીરભાઇ જેડાએ રફીકભાઇ નુરમાદભાઇ જામ, એજાજભાઇ નુરમાદભાઇ જામ સામે નોધાવેલી ફરિયાદ મુજબ મશ્કરી કરવા મુદે સારું ન લાગતા રફીક જામ અને એજાજ જામે માર માર્યાની તેમજ આરોપી એજાજે છરી વડે યુવકને જાનથી મારી નાખવાના ઇરાદાથી સાજીદભાઇને છાતીમા તેમજ બંને પગના સાથળના ભાગે તેમજ બંને હાથમા આડેધડ ઘા મારી જીવલેણ ઇજા કરી ખુનની કોશીશ કરી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...