તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા માટે કોણ ઉમેદવાર મેદાને જંગમાં ઊતરશે તેના પર સૌની મીટ મંડાયેલી હતી આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસ સુધીમાં કુલ 6 ઉમેદવારોએ જંગ લડ્યા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા હતા. જેથી હવે 13 વોર્ડની 52 બેઠક માટે આગામી 28 મી ના રોજ યોજાનાર મેદાને જંગ માટે સિધી ટકકર થશે.
મોરબી નગરપાલિકામાં સૌથી આશ્ચય જનક કોંગ્રેસ માટે રહ્યો કારણ કે જ્યારે એક ટિકિટ માટે તમામ લોકો સામે લડી જતા 2 ઉમેદવારની બેદરકારીના કારણે સોમવારે 2 ફોર્મ રદ થયા હતા તો આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા 3 બેઠક પરથી કોંગ્રેસને હાથ ધોવાનો વારો આવ્યો છે.આગામી 28મી ફેબ્રુઆરીના રોજ મોરબીની 52 બેઠક માટે કુલ 131 ઉમેદવાર સીધા જંગમાં ઉતરશે અને આગામી 5 વર્ષમાં શાસનકાળ નક્કી કરશે.
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાં 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા , હવે 76 ઉમેદવાર મેદાનમાં
મોરબી જિલ્લા પંચાયત માટેની કુલ 24 બેઠક માટે 116 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા જે બાદ તમામ ફોર્મની ચકાસણી કરતા તેમાંથી 33 ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા.આ રદ થયેલા ફોમ બાદ 83 ફોર્મ બાકી રહ્યા હતા.દરમિયાન આજે જિલ્લાની ખાખરેચી બેઠકમાંથી 2, જેતપરમાંથી 1,માથાકમાંથી 1,રાતી દેવડી માંથી 2 અને તિઠવા બેઠક માંથી એક ફોર્મપરત ખેંચવામાં આવ્યું હતું. ફોર્મ પરત ખેંચવામાં આવતા હવે જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 76 ઉમેદવાર બાકી રહ્યા છે.
આ તમામ ઉમેદવાર 28મી ચૂંટણી જંગમાં જોડાશે અને મતદારો તેમના ભવિષ્યનો નિર્ણય કરશે બીજી તરફ મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટેના ચૂંટણી જંગમાં આજે બે અપક્ષ અને એક ‘આપ’ના સહીત ત્રણ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચતા હવે 78 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે મોરબી તાલુકા પંચાયત ની .ત્રાજપર-1 બેઠક ઉપર ભરતભાઈ બાબુભાઇ-અપક્ષ 2.ત્રાજપર-2 બેઠક ઉપર અમરતબેન રામજીભાઈ વાઘેલા-અપક્ષ 3.પંચાસર બેઠક ઉપર લક્ષ્મીબેન ગલાભાઇ ટુંડીયા- આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા.
ભાજપની આ છે રણનીતિ
વોર્ડ નં.8માં કોંગ્રેસી ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસના આગેવાન મનોજ પનારાનું ફોર્મ ચકાસણીમાં રદ થયું હતું. ત્યારબાદ આજે કોંગ્રેસના જ બીજા ઉમેદવાર પ્રફુલ કડીવારે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ માટે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા અને જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ સ્થાનિક આગેવાનો સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું.
વાંકાનેરમાં 10 દાવેદાર ખસ્યા
વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે 107 દાવેદારોએ ઉમેદવારી પત્રો રજૂ કરેલ હતા, જેમાંથી 28 ફોર્મ રદ થયેલ છે, જ્યારે 10 દાવેદારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. જેથી હવે તાલુકા પંચાયતની ચૂંટણીમા 69 ઉમેદવારો વચ્ચે મેદાને જંગ જામશે. હવે 24 બેઠક માટે ભાજપના 24 , કોંગ્રેસના 24, આમ આદમી પાર્ટીના 7 તથા અપક્ષના 14 મળી કુલ 69 ઉમેદવાર ચૂંટણી લડશે.
વાંકાનેર પાલિકાની 28 બેઠક માટે 82 ફોર્મ રજૂ, 13 અમાન્ય
વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠક માટે કુલ મળીને 82 ફોર્મ રજૂ થયા હતા જે પૈકી 13 ફોર્મ રદ થતાં હવે 69 ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર જામશે.વાંકાનેરમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી. હાલ 69 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વોર્ડ નંબર 4માં ભાજપ દ્વારા કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. જ્યારે નવા પરિબળ તરીકે પાલિકાની 28 બેઠક માટે આમ આદમી પાર્ટીના 18 ઉમેદવારોને ચૂંટણી જંગમા ઉતારાતા નવા સમીકરણો રચાવાની શકયતા છે.આગામી ચૂંટણીમાં 28 બેઠકો માટે ભાજપના 24 , કોંગ્રેસના 17 , આપના 18 , બસપાના 6 તથા અપક્ષના 4 મળી કુલ 69 ઉમેદવાર વચ્ચે મેદાને જંગ જામશે. પાલિકાની બેઠક વાઇઝ ઉમેદવારોની સંખ્યા આ મુજબ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.