મતદાર યાદી:મોરબીની બેઠકો પર પુરુષો કરતાં સ્ત્રી મતદાર વધ્યાં

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં પાંચ વર્ષમાં 92,235 મતદાર વધ્યાં

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં 1લીએ મતદાન થવાનું છે અને તેના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ જિલ્લામાં હાલ 8,17,335 મતદારો નોંધાયા છે. જેમાં 4,22,047 પુરુષ મતદારો તેમજ 3,95,284 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો મોરબી બેઠકમાં 2,86,686 મતદાર ટંકારાના 2,49,444 અને વાંકાનેરમાં 2,81,205 મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ગત વિધાનસભા ત્રણેય બેઠકો મળી 7,25,100 મતદારો નોંધાયા હતા જેમાંથી 3,47,084 સ્ત્રી મતદારો 3,78,013 પુરુષ મતદારો નોંધાયા હતા. જિલ્લાની ત્રણ બેઠકમાં છેલ્લા પાંચ વર્ષમાં 92,235 મતદારો વધ્યાં છે. આ નવા મતદારોમાં 44,034 પુરુષ અને 48,200 સ્ત્રી નો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં પુરુષ મતદારો કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા 4,166 વધુ નોંધાઈ છે.

ટંકારા બેઠક

20172022વધારો
પુરુષ-116009પુરુષ-128131પુરુષ-12122
સ્ત્રી-108511સ્ત્રી-121313સ્ત્રી-12802
અન્ય-01અન્ય-00અન્ય-01
કુલ-22,45,21કુલ-249444કુલ-24,923

મોરબી-માળિયા બેઠક

20172022વધારો
પુરુષ-134271પુરુષ-148695પુરુષ-14424
સ્ત્રી-121698સ્ત્રી-137988સ્ત્રી-16290
અન્ય-02અન્ય-03અન્ય-01
કુલ-2,55,971કુલ-2,86,686કુલ-30,715

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...