CMને રજૂઆત:મોરબીના ગ્રામ્યમાં જળાશય ઊંડા ન ઉતારાતા ચોમાસું પાણી દરિયામાં વેડફાઈ જવાની ભીતિ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાની સિંચાઇ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી મંજૂર કરવા માગણી,

દર વર્ષે ચોમાસા થતા વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે તો ચોમાસા બાદ ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં સિંચાઇ માટે ટળવળે છે. એક તરફ બોર માટે પણ ચાર્જ વસુલ કરવાનો નિર્ણય લઈ જાણે જળ સ્તર વધારવા પ્રયાસ કરતા હોવાનો દાવો કરાયો હતો બીજી તરફ પાણી માટે સરકાર રચિંતિત હોય તેવું જણાતું નથી કારણ કે હાલ માં વરસાદ વરસતા વરસાદનું પાણી જે પણ નદી, વોકળા, વહેણો માં થઇને દરિયામાં વહી જય છે.

તે પાણીને રોકવા અને તેને યોગ્ય જગ્યાએ વળીને સંગ્રહ કરવા માટે સરકાર કઈ જ કરતી નથી. આ તળાવોમાં પાણી લાવતી વહેણોની યોગ્ય સારસંભાળ ના અભાવે તેમાં પાણી વહી શકે તેવું રહ્યું નથી તેમજ અમુક ગામોને જોડતા રસ્તાઓ તેમજ સીમ રસ્તા ઓ મારફતે પણ પાણી ચાલતું હોય છે. આ રસ્તા ઓ તેમજ વહેણો માં દબાણ થવાથી તેમજ માટી નું પુરાણ થવાથી સાંકડા થઇ ગયેલ છે.

જેને પહોળા અને સરખા કરવા અમારી માંગણી છે.મોરબી જીલ્લા માં અને એ માટે ખાસ કરી ને મોરબી તાલુકો અને માળિયા તાલુકા માં ઘણા ગામ તળાવો તેમજ સીમ તળાવો ઊંડા કરવાની જરૂર છે તેમજ નવા તળાવ પણ બાંધવા જરૂરી છે. ગામ તળાવો તેમજ સીમ તળાવોને સુઝલામ સુફલામ જેવા સારા નામે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવવામાં આવેલ હોય તેવું જણાય છે.

આ તળાવો ઊંડા કરવાના કામમાં થયેલ ભ્રષ્ટાચારનું એક મોટું કૌભાંડ બહાર આવેલ અને તેમાં મોટા માથા ઓની સંડોવણી ઓ પણ બહાર આવેલ અને એક ધારાસભ્યને આ બાબતે જેલવાસ પણ ભોગવવો પડેલ હતો. આજે આ પ્રકરણ ઉપર ઢાંક પછેડો કરી દેવામાં આવેલ છે. એટલે જે કામો થવા જોઈએ તે થતા નથી તેવું લોકો કહી રહ્યા છે.

જો સરકાર ને પાણી બચાવવા ની ચિંતા હોય તો આ બધા જ તળાવોને ખરેખર ઊંડા કરી અને તેના પાળાઓની મજબૂતી કરવામાં આવે. જરૂરી વેસ્ટ વિયર પણ બનાવવામાં આવે તેમજ આ તળાવો ભરવા માટે વોકળા, વહેણો ના પાણી જે દરિયામાં જ વહી જાય છે. તેને યોગ્ય જગ્યા એ વાળવામાં આવે અને તળાવો સુધી લઇ જવામાં આવે તેવું આયોજન કરવું જરૂરી છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતી. આવું કરવું ખુબજ સરળ અને ખુબજ ઓછા ખર્ચે અને જમીન સંપાદન ની ઝંઝટ વગર થઇ શકે તેમ છે.

આ માટે મોરબી માળીયા તાલુકાના મોટા ભાગના ગામડામાં તળાવ ઊંડા ન ઉતરતા પાણી વેડફાઈ મચ્છુ ફુલકી નદીમાં ભળી સીધા દરિયામાં ભળી જાય છે. આ ઉપરાંત મચ્છુ નદી ગોરખીજડિયા, વનાળીયા, જેપુર, ખાખરાળા, ખેવારીયા, મહેંન્દ્ર ગઢ, સરવડ, મોટા ભેલા, ભાવપર, થઇને દરિયા માં ભળી જય છે. આમાં આવતા ઘણા વોકળા અને વહેણો મારફત આ પાણી આવે છે. જેમાં વચ્ચે ઘણા તળાવો આવે છે.

સરકારે પાસે વિસ્તાર ના ગામો ને સિંચાઈ સુવિધા આપવા માટે ની માંગણી તો ઉભી જ છે. ઘણા નેતા ઓ દ્વારા પેટા ચુંટણી સમયે પાણી આપવા ના વચનો પણ આપવામાં આવેલ છે, તો તે પાણી તો આપવું જ જોઈએ તેવી લોકોની માંગણી છે . આ અંગે કોંગ્રેસ અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે

અન્ય સમાચારો પણ છે...