વિવાદ:બાઈક ધીમું ચલાવવાનું કહેતાં વૃદ્ધ પર પિતા-પુત્રનો હુમલો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ કરી

મોરબીમાં શેરીમાં બેફામ ઝડપે દોડતા વાહનના ચાલકોને બાઇક ધીમું ચલાવવાનું કહેવાનું પણ પ્રાૈઢને ભારે પડી ગયું હતું અને પિતા પુત્રએ હુમલો કરતાં વૃધ્ધને ઇજા પહોંચી હતી. મોરબી સામા કાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા શેરીમાં ઉભા હતા ત્યારે ધ્રુવરાજસિંહ શેરીમાં પુર ઝડપે સ્કૂટર લઈ નીકળ્યો હતો જેથી સ્કૂટર ધીમુ ચલાવવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો અને તેના પિતા કનકસિંહ ઝાલાને સાથે લાવી પિતા પુત્રે વનરાજસિંહ સાથે ઝઘડો કર્યો અને લાકડાના ધોકાથી વનરાજસિંહના માથાના ભાગે તથા જમણા પગના ઢીંચણે તથા ડાબી બાજુએ પડખાના ભાગે ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી

તેમજ ડાબી બાજુએ પડખાના ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. આ અંગે વનરાજસિંહે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે કનકસિંહ તકુભા જાડેજાએ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા સામે જૂના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે જમણા પગે તથા વાંસાના ભાગે માર માર્યાની તેમજ તેમના પુત્ર તેમને બચાવવા વચ્ચે પડતા તેમણે પણ વાંસાના ભાગે મારમારવા તેમજ ગાળ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી આપ્યાની ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...