મોરબીમાં હત્યા:પિતા-પુત્રની હત્યા, 5 શખ્સે ચૂંટણીના વેરઝેરમાં કરી‘તી; મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના હત્યાના આરોપીઓ ફરાર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ બુધવારે રાત્રે ઘરમાં હાજર હતા તે દરમિયાન પાંચેક શખ્સએ ધારીયા, છરી સહિતના તીક્ષ્ણ હથિયારથી પિતા, પુત્ર ઉપર હુમલો કરી બન્નેની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે મૃતક ફારૂકભાઈના પત્નીએ બી ડિવિઝન પોલીસ મથકે 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓએ અગાઉથી ચૂંટણી મુદે તેમના પરિવાર વચ્ચે ચાલતા મનદુઃખનો ખાર રાખી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા નગરપાલિકામાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ પોતાના ઘરે હાજર હતા ત્યારે પાંચ શખ્સએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો લઇ પિતા,પુત્ર ઉપર હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

પિતા પુત્રને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા બનાવ બેવડી હત્યામાં પલટયો હતો. ઘટનાની જાણ થતાં સમર્થકો અને સંબંધીઓ હોસ્પિટલમાં આવી પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ બી ડિવિઝન પોલીસ મથકમાં દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...