તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:વીરનગર પાસે કાર અને બાઈક વચ્ચે ટક્કર, પિતા-પુત્રને ઇજા

આટકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

આટકોટ નજીકના વીરનગર પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક સવાર પિતા, પુત્રને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.આ અંગે મળતી વિગતો અનુસાર વીર નગર પાસે એક કાર પુર ઝડપે ધસી આવી હતી અને બાઇક ચાલકને ઠોકર મારી હતી.

જેમાં બાઈક ચાલક હરેશભાઈ પ્રેમજીભાઈ રાદડિયા તેમજ તેમના પુત્ર મહાદેવ હરેશભાઈ રાદડિયાને હડફેટે લીધા હતા, જેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઈ પોતાની વાડી તરફ જતા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો અને ઇજાગ્રસ્ત પિતા પુત્રને આસપાસ એકઠા થયેલા લોકોએ 108ની મદદથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો