મૌન રેલી:માળિયામાં પ્રાથમિક સુવિધાની માગણી સાથે સ્થાનિક લોકોના ઉપવાસ આંદોલન

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં મૌન રેલી યોજી સામાજિક કાર્યકરે આ લડતમાં લોકોને જોડાવવા માટે અપીલ કરી

માળિયા પાલિકા વર્ષોથી સુવિધા વિહોણી છે અહીની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી પાલિકા જર્જરિત અવસ્થામાં છે પાલિકા વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી કનેક્શન નથી કે પાણી નથી. ભૂકંપ બાદ તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં બસ સ્ટેશન બન્યું પણ અહી 22 વર્ષે પણ બસ સ્ટેશન બન્યું નથી સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન કે પૂરતા એમડી ડોક્ટર નથી સ્ટાફ ક્વાર્ટર પણ જર્જરિત અવસ્થામાં છે.

મામલતદાર કચેરીથી નેશનલ હાઈવેને જોડતા રોડ બિસ્માર હાલતમાં છે આંગણવાડીઓ પણ બંધ હાલતમાં છે, સ્થાનિકોને વીજ બીલ ભરવા 20 કિમી દુર પીપળીયા જવું પડે છે તો એટીએમ પણ નથી જેથી 4 વાગ્યા બાદ કોઈને રોકડ રકમની જરૂર પડે તો ન છૂટકે પીપળિયા તરફ જવું પડે છે રેલ્વે જંક્શનમાં પણ ગાંધીધામ કે અમદાવાદ તરફથી આવતી ટ્રેન પણ સ્ટોપ નથી જેના પગલે માળિયા શહેરના લોકોને બહાર ગામ જવું હોય તો એક પણ વાહન મળતા નથી. જેથી ન છુટકે મોરબી તરફ જવું પડે છે.

માળિયા શહેરમાં એક પણ માધ્યમિક શાળા નથી જેથી દીકરીઓનો માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ માટે બહાર જવુ પડે છે માળિયા પાલિકા તરફ સરકાર અને વહિવટી તંત્ર ભેદભાવ ભર્યું વલણ દાખવતા હોવાથી સ્થાનિક કાર્યકર ઝૂલ્ફીકાર યુ સંધવાણી આમરણ ઉપવાસ પર બેસી ગયા હતા ઉપવાસ આંદોલન પહેલા સ્થાનિકોને સાથે રાખી મૌન રેલી યોજી હતી

અન્ય સમાચારો પણ છે...