તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:હળવદ તાલુકામાંથી પસાર થતી વીજલાઈનના વળતર મામલે 11 ગામના ખેડૂતોના ધરણાં

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર સાથે મળી વીજકંપની અંગ્રેજો જેવો વ્યવહાર કરતી હોવાનો આક્ષેપ

કચ્છના લાકડિયાથી વડોદરા તરફ હેવી વીજલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, વીજ લાઈન હળવદના 11 ગામ રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જુના દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ થઈને જઈ રહી હોય અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોની જમીન પરથી વીજ લાઈન પસાર થઇ રહી છે. ખેડૂતો આ વીજ લાઇન માટે વીજ કંપની દ્વારા ચૂકવાયેલા વળતરમાં ભેદભાવ થતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં જે જંત્રી ભાવે વળતર ચૂકવાય તેના કરતાં હળવદના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાની રજૂઆત કરી હતી, ખેડૂતોએ જણાવ્યું છે કે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા સત્તા ન હોવા છતાં ટેલીગ્રાફ એક્ટની ક્લબ 16(1) અન્વયે મંજૂરી આપી છે, કલમ 10(ડી) મુજબ મંજૂરી આપવાની કે વળતર નક્કી કરવાની સત્તા રહેલી નથી, જેથી રજૂઆત કરી જણાવ્યું છે કે અમે ખેડૂતો હંમેશા જાહેર હેતુને પ્રોત્સાહન આપીએ છીએ, પરંતુ ખેડૂતોના હક્કો ડૂબવા જોઈએ નહિ.

ખેડૂતો દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે ખેડૂતો સમાધાનકારી વલણ અપનાવે છે. જેથી ખેડૂતો દ્વારા સમાધાન થયા મુજબ કંપનીને, કલેક્ટરને જમીન વળતર પર રિવાઈઝ કરવા માટે અરજી આપી છે, ખેડૂતોની જમીન વળતરની માગણી છે કે સત્વરે પગલા લેવામાં આવે અને જ્યાં સુધી અરજી અન્વયે મંજૂરી, વળતર નક્કી કરી આપવામાં નહિ આવે ત્યાં સુધી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં વીજટાવર, વીજલાઈન માટે કાર્યવાહી કરે નહિ તેવી સૂચના આપવા માંગ કરી છે. ખેડૂતો ઘૂંટણભેર ચાલીને કચેરીમાં પહોંચ્યા, આજીજી કરી તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘૂંટણભરે ચાલી કલેકટર ઓફીસ સુધી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...