ચણાએ ટેકો કર્યો:મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, મણના રૂ.1046 ભાવ મળતા ખેડૂતો ખુશ

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 19,600 ખેડૂતોએ કરાવ્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, ત્રણ કેન્દ્ર પર ખરીદી શરૂ

મોરબી જિલ્લાના ત્રણ ખરીદ કેન્દ્ર પર સોમવારથી ટેકાના ભાવે ચણા ખરીદી શરૂ થઈ ચૂકી છે. બજાર ભાવ કરતા ટેકાના ભાવ ઉંચા હોવાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો પણ હોશે હોંશે ચણા વેચવા આવી રહ્યા છે.પ્રથમ દિવસે ચણાની ખરીદી પ્રારંભ કરાયો તે વખતે સાંસદ મોહન કુંડારિયા, યાર્ડના વાઇસ ચેરમેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

મોરબી સહિત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાક એવા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના 5 તાલુકામાં 19,600 ખેડૂતોની નોંધણી થઇ હતી.અને જિલ્લામાં સોમવારથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. મોરબી માળિયાના ખેડૂતોને ખરીદી માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા છે. અહી સાંસદ મોહનભાઈ કુંડારિયા એપીએમસી વાઈસ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ ગુજકોમાર્સલના પ્રતિનિધિ કાનજીભાઈ ભાગિયાની હાજરીમાં ખરીદી શરૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ખેડૂતમાટે અલગ અલગ સ્થળે ખરીદ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી-માળિયાના ખેડૂતોમાટે ખરીદ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ સિવાય ટંકારા અને વાંકાનેરના ખેડૂતો માટે અજંતા જીનીંગ મિલ તેમજ હળવદ તાલુકાના ખેડૂતો માટે હળવદ યાર્ડ ખાતે ખરીદ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. જ્યાં ખેડૂતો અગાઉથી અોનલાઇન રજિસ્ટ્રેશન કરાવી નોંધણી કરાવી શકે છે અને બાદમાં એસએમએસ થકી ખેડૂતોને આવવાની જાણ કરવામાં આવી રહી છે.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં 3700 ખેડૂતે ચણાનંુ રજિસ્ટ્રેશન કરાવ્યું
ખેડુતોને ખરીફ રવી સીઝન પાકમા રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર અને ચણાની ખરીદી હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગુજકોમાસોલ સેન્ટરે શરૂઆત કરી છે જેમાં સોમવારે ખરીદ વેચાણ સંઘ પ્રમુખ, એપીએમસી ચેરમેન અને ગુજકોમાસોલના પ્રતિનિધિએ સેન્ટરમાં ટેકાના ભાવ ચણા અને તુવેરની ખરીદી શરૂ કરી હતી જેમાં ચણાના ટેકાના ભાવ 1046 (20 કિલો) માટે 3700 ખેડુતે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો તુવેર માટે 115 ખેડુતે 1260ના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હળવદ યાર્ડમાં ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રસિકભાઈ વરમોરા, મેનેજર દર્શન પટેલ, સુરેશભાઈ ઝીંઝુવાડીયા, એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રજની સંઘાણી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...