તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે જાહેર કરેલી નવી નીતિ મુજબ જેઓ ટિકિટ માટે દાવેદાર નથી તેઓમાં અંદરખાને નારાજગી છે. આ ઉપરાંત સંગઠનમાં જતા રહેલા નેતાઓને પણ ટિકિટની ઘેલછા ઘટી નથી. પોતે નહીં, તો પોતાના પરિવારને તો લાભ મળવો જ જોઇએ તેવી જીદ પૂરી કરવા સગવડિયો સગાવાદ અપનાવવામાં પણ પાછીપાની નહીં થાય તેવી ગતિવિધિઓ ચાલુ થઇ ગઇ છે. જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દો ધરાવતા એક નેતા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તેમજ એક નેતા નગર પાલિકાની બેઠક માટે દાવેદારી કરી ચૂક્યા છે. આ માટે તેઓ સંગઠનમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છે. બીજી તરફ બીજા બે નેતા પોતાના પરિવારજનોને ચૂંટણી લડાવવા માંગે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની એક બેઠક માટે ભાજપના જ બે જૂથો દ્વારા ટીકીટની માંગણી કરાઇ છે. જેમાંથી એક જૂથ દ્વારા ટિકિટ ન મળે તો અપક્ષ લડવાની પણ અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે.
મોરબી પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત પ્રમુખે કરી દાવેદારી
કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના બીજી ટર્મમાં પ્રમુખ કિશોર ચીખલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજ પાંચોટિયા અને નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળી ગયા હતા હવે તમામે ફરીવાર સભ્ય બનવા દાવેદારી પણ નોંધાવી છે.જો કે હવે તેઓને ટિકિટ મળશે કે કેમ તે અંગે ભારે અસમંજસ ચાલી રહી છે. કારણ કે મહાનગર પાલિકામાં ઉમેદવાર જાહેર થયા બાદ જે રીતે ભાજપમાં કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે તે રીતે જો જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં આ રીતે કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપે તો ગ્રામ્ય કક્ષાએ પણ ભાજપમાં આંતરિક ડખ્ખો થવાની સંભાવના છે. આ રીતે જોતા પક્ષ પણ ફૂંકી ફૂંકીને પગ મૂકે તેવી સંભાવના છે. એવી સ્થિતિમાં જો પાર્લામેન્ટરી બોર્ડ આ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ને ભાજપ ટિકિટ ન આપે તો આ ત્રણેય આગેવાનોની સ્થિતિ ન ઘરના કે ઘટના બને તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
પ્રભારી મંત્રી દ્વારા સતત બેઠકોનો દોર
મોરબીના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા સભ્યોની યાદી બનાવવા માટે સતત બેઠકો થઈ રહી છે. સાંસદ કુંડારીયા કોરોનાને કારણે હાજર નથી રહેતા. પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા તથા હોદ્દેદારો સાથે બેઠકો થઇ રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.