તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:સોના કરતા ઘડામણ મોંઘું: વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન ભાડું 10 રૂપિયા, રિઝર્વેશન ચાર્જ રૂ. 15

મોરબી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી બાદ શરૂ થયેલી ટ્રેન ટિકિટમાં ભાવવધારાના લીધે ખાલીખમ દોડી

કોરોના મહામારીને પગલે દેશભરમાં 23 માર્ચ 2020ના રોજ લોકડાઉન લાગ્યું તે દિવસથી લઈ આજદિન સુધી મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડી હતી. હવે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ફરી આ જ ટ્રેન આજથી ફરી સ્પેશ્યલ ટ્રેનના નામે શરૂ કરી છે. જો કે આ ટ્રેન લોકોની સુવિધા માટે નહીં પણ જાણે રેલવે તંત્રએ આવક રાતોરાત અઢી ગણી કરી લેવાના મનસૂબાથી શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રેનના રાતોરાત રિઝર્વેશનના નામે ભાડું અઢી ગણું વધારી દીધુ છે.

લોક ડાઉન પહેલા વાંકાનેરથી મોરબી અથવા મોરબીથી વાંકાનેરનું ભાડું 10 રૂપીયા હતુ. જોકે હવે તેમાં 15 રિઝર્વેશન ચાર્જ ઉમેરી દેતા સોના કરતા ઘડામણ મોંઘું થયુ હોય તેવો ઘાટ ઘડાયો છે. આ સિવાય મુસાફરોને રિસીવ કરવા આવતા સંબંધીઓને પણ પ્લેટફોર્મ આવવા 50 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝિંકી દેવાયો હોવાનું પણ મુસાફરો પાસેથી જાણવા મળ્યું છે.

ઉહાપોહ થતાં ડેમુ ટ્રેનમાં રિઝર્વેશન સિસ્ટમ દૂર કરાઇ
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાથ અને યાત્રિકોને પૂરતી સુવિધા મળે તે માટે રિઝર્વેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે હવે મુસાફરોના ઉહાપોહના લીધે દૂર કરવામાં આવી છે જેની જાહેરાત રેલવે ડિવિઝને કરી છે, રિઝર્વેશન સિસ્ટમ દૂર કર્યાની 3 માર્ચે થયેલી જાહેરાત બાદ હવેથી ટ્રેનનું ભાડું માત્ર 10 વસૂલાશે. જો કે, મુસાફરોએ મુસાફરી દરમિયાન યોગ્ય અંતર જાળવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...