વિદાય સમારોહ:પાલિકાના કર્મીઓને લાભ આપ્યા બાદ જ શ્રેષ્ઠ કામની આશા રાખવી

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખનો વિદાય સમારોહ યોજાયો

મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની તા.14ના રોજ મુદત પૂર્ણ થતી હોય અને તેના સ્થાને પાલિકના ચીફ ઓફિસર દ્વારા જ વહીવટીદાર તરીકે નિમણુંક મળતા મોરબી નગરપાલિકા કર્મચારી યુનિયન મંડળ દ્વારા પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચૂંટાયેલા સભ્યોના ટાઉનહોલ ખાતે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. પૂર્વ પ્રમુખ અનિલભાઇ મહેતાએ મોરબી નગરપાલિકા કર્મી યુનિયનને રાજ્યનું શ્રેષ્ઠ કર્મચારી યુનિયન ગણાવ્યું હતું અને ચૂંટાયેલ બોડીનવા સહયોગથી રાજ્યના 7માં પગારપંચનો લાભ લેનારી પાલિકા કર્મીઓ હોવાનું જણાવ્યુ હતું.

આ ઉપરાંત મોરબી પાલિકામાં હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા માત્ર 203 જ છે, જેમાં સફાઈ કર્મીઓ પણ આવી જાય છે. જેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવા અને જે કર્મચારીઓના કોર્ટ કેસ ચાલે છે તેમાં શક્ય તેટલો બાંધછોડ કરી કાયમી કર્મચારીઓની ભરતી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના કર્મીઓને તમામ લાભ આપવા જોઇએ બાદમાં તેમની પાસેથી કામગીરી આશા રાખીએ તો ઝડપથી કામગીરી થાય. નવા નિયુક્ત વહીવટદાર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ લોકોને મુશ્કેલી ન પડે તે માટે વોર્ડ દીઠ કાર્યક્રમ યોજી તેમની સીધી દેખરેખ નીચે સમસ્યાઓ સાંભળવામાં આવશે અને શક્ય તેટલુ ઝડપથી નિકાલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...