રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડો. મોહસીનભાઈ લોખંડવાલા, મહામંત્રી નાઇનભાઈ કાજી તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રીઓ મનસુખભાઇ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીસભાઈ ચાંગેલાની સૂચના મુજબ જિલ્લા લઘુમતી મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં મનસુખ રામાણીએ જણાવ્યું હતું કે હાલ ભાજપ સંગઠન દ્વારા બુથ સશક્તિકરણની કામગીરી ચાલી રહી છે, જેમાં બુથ મજબૂત કરવા કાર્યકરોને હાકલ કરી હતી.
પ્રદેશ લઘુમતી મોરચા મંત્રી અને જિલ્લાના પ્રભારી હારુનભાઇ સહમદારયે ભાજપ સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપેલ હતી. અલ્લાઉદીન ફોગે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોની બહુમતિવાળી સીટ ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયાં છે. તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને સહાયો અંગે માર્ગદર્શન આપી આગામી નગરપાલિકાઓ ની ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ આપવા જણાવેલ હતું.
મહામંત્રી સલીમ પતાણીએ આભાર વિધિ કરી હતી. આ કારોબારી બેઠકમાં ઇલયાસભાઈ લોહિયા, નિલેશભાઈ દોશી, જમાલભાઈ જુનેજા, બોદુભાઈ ચૌહાણ, નહેરુદિનભાઈ સપ્પા, રસીદભાઈ , અજિતભાઈ સમાં, અકબરભાઈ પરમાર, ઇમતીયાજભાઈ શેખ, હનીફભાઈ બ્લોચ, અસરફભાઈ બાલાપરિયા, અખ્તરભાઈ ખોખર, શબ્બીરભાઈ ગરાણા, ઇકબાલભાઇ અમરોળિયા, ઇલયાસભાઈ થનાણી, નિઝામભાઈ જુનેજા, હારુનભાઇ, જાવી દભાઇ વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.