તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમતા:એન્જિનિયર બનવા ઓક્સિજન માસ્ક પહેરીને પરીક્ષા આપી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના વિદ્યાર્થીની મક્કમતા, અઢી કલાકમાં પેપર પૂરું કર્યું

દેરાળાના વતની અને સુરેન્દ્રનગર રહેતા પ્રવીણભાઈ શેરસિયાનો પુત્ર યશ પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં કેમિકલ એન્જિનિયર બ્રાંચમાં ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે. 8 દિવસ પહેલા યશને કોરોના પોઝિટિવ આવતાં સુરેન્દ્રનગર બાદ મોરબીના આઇસીયુમાં સારવાર માટે લવાયો હતો. દરમિયાન યશની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થઇ હતી. પીડીપીયુની પોતાની એપ છે અને તેના પર એક વાર લોગ ઇન કર્યા બાદ ઓનલાઇન અઢી કલાકનું પેપર આપવાનું હોય છે જેમાં વિદ્યાર્થી મોબાઇલમાં લખીને અથવા તો કાગળમાં લખી તેનો ફોટો પાડી અપલોડ કરી પરીક્ષા આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...