તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • EVMs Issued To Election Officials At Taluka Centers In Morbi, Assignment Completed After Completion Of First Checking Process

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:મોરબીમાં ચૂંટણી અધિકારીઓને તાલુકા મથકોમાં EVM અપાયા, ફર્સ્ટ ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ સોંપણીની કાર્યવાહી પૂર્ણ

મોરબી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ થઇ ગયું છે. જિલ્લામાં મતદાન મથકો, અને જરૂરી સામગ્રીની કાર્યવાહી પૂર્ણ થઈ ગયા.બાદ જે તે વિભાગના ચૂંટણી અધિકારીઓની પણ નિમણુંક કરી દેવાઈ છે. આગામી ચૂંટણી માટે જરૂરી ઇવીએમ આવી ગયા છે.જેમાં પ્રથમ ઇવીએમ મોરબીની વીસી હાઈસ્કૂલમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા.જ્યાં તેનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં ઇવીએમ યોગ્ય જણાયા હતા જ બાદ જુદાજુદા રિટર્નિંગ ઓફિસરને ઇવીએમની સોંપણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કુલ મતદારો, દરેક મતદાન બુથની યાદી જાહેર કરી તેમજ નોડલ ઓફિસર સહિતનાની નિમણુંક કરીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે ઇવીએમ આવ્યા હતા અને આ ઇવીએમને પ્રથમ મોરબીની વીસી હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યા હતા.જ્યાંથી જુદાજુદા આર.ઓ.ને ઇવીએમની સોંપણી કરવામાં આવી છે.જેમાં અધિક કલેક્ટર કેતન જોશી, શહેર મામલતદાર રૂપાપરા સહિતના અધિકારીઓએ હાજર રહીને આ ઇવીએમની સોંપણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો