ઉત્તરાયણમાં તકેદારી રાખવા સુચનો:મોરબીમાં ઉત્તરાયણ પર PGVCLના આવશ્યક સૂચનો; અકસ્માતોથી બચવા આપી મહત્ત્વની માહિતી

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વ નજીક છે અને ઉત્તરાયણની મોજમાં અનેક અકસ્માતોના બનાવો બનતા હોય છે. જેથી પીજીવીસીએલ કચેરી મોરબી દ્વારા અકસ્માતોથી બચવા અને તકેદારી માટેના સૂચનો કરવામાં આવ્યા છે.

આ અંગે મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવીયાની યાદીમાં જણાવ્યાનુંસાર ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે વિવિધ તકેદારી રાખવા જણાવ્યું છે. જેમાં પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહિ. વીજળીના તાર કે કેબલને અડશો નહી.

વીજળીના વાયર કે તાર પર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહિ. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની, તાર તૂટી જવાની અને અકસ્માત થવા ઉપરાંત વીજ વપરાશ સાધનો બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. જો કોઈ પણ સમસ્યા ઉદ્દભવે તો તુરંત ટોલ ફ્રી નં. 180 233 15 335 અથવા 19122 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...