ચૂંટણી:મોરબીની તાલુકા પંચાયતની 2 બેઠક માટે થનાર પેટાચૂંટણી માટે તંત્ર સજ્જ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પ્રચાર માટે વાહનોના ઉપયોગ પહેલાં રજિસ્ટર કરાવવા જાહેરનામું
  • કોઇ પણ પક્ષ અનામી મુદ્રકના ચૂંટણીના ચોપાનિયા પ્રસિદ્ધ કરી નહીં શકે

મોરબી જિલ્લાની મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક તેમજ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકના બે સદસ્યના બીમારી કારણે મોત થતા આ બન્ને બેઠક ખાલી થઈ હતી.જેથી રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયના અન્ય જિલ્લાની માફક મોરબી જિલ્લાની પણ આ ખાલી બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.

હાલ આ બન્ને બેઠક પર ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે જિલ્લા ચુંટણી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને મતદાન પહેલા આદર્શ આચારસંહિતા પાલન કરાવવા અલગ અલગ નિયમ અમલવારી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી રહી છે જે અંતર્ગત આજે આ બન્ને બેઠક ચૂંટણીને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી.

આ ઉપરાંત રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...