ભાંડો ફૂટ્યો:મોરબીની ઈન્ડુસઇન્ડ બેંકમાં મહિલા કર્મચારીની રૂ.15 લાખની ઉચાપત

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ATMના રૂપિયા મેન્ટેન કરવાની જવાબદારી હતી, ઇન્સ્પેક્શનમાં ભાંડો ફૂટ્યો

મોરબીના ઈન્ડુસઇન્ડ બેંક શાખાના મહિલા કર્મચારીએ બેંકના 15 લાખની અંગત ઉપયોગ માટે ઉચાપત કરી લેતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કર્મીને એટીએમના નાણાં મેઇન્ટેઇન કરવાની અને તેના હિસાબની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેનો હિસાબ આપી શક્યા ન હતા. અધિકારીના ઇન્સપેક્શન દરમિયાન આ બાબતનો ભાંડાફોડ થયો હતો. પોલીસે વિગતે તપાસ આરંભી છે.

મોરબીના ઈન્ડુસઇન્ડ બેંકની લાલપર ખાતે આવેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા નેહાબેન ગજ્જરને એટીએમમાં રાખેલા રૂપિયાની જવાબદારી સોંપવામાં આવી હતી. અને તે અંગે ઈન્સ્પેકશન માટે મોરબી બ્રાંચના મેનેજર અમરશીભાઈ પટેલ ગયા હતા, જે દરમિયાન બેંક કર્મીએ તેમને એટીએમની સ્લીપ આપી હતી, તેમાં રૂ 14 200 બેલેન્સ લખેલી હતી.

જયારે એટીએમમાં તપાસ કરતા રૂ 6700 જ હતી તેમજ કસ્ટમર રીજેકશન ટ્રાજેક્શનના રૂ 2500 મળેલા હતા જે બાદ તેઓ ફરી એકવાર ચેકિંગ બેંક મેનેજર ઓડીટર સહિત ત્રણ કર્મચારી બ્રાંચ વિઝીટમાં ગયા હતા, અને એટીએમ વેરીફીકેશન કરતા 30 એપ્રિલના રોજ એટીએમ બેલેન્સ રૂ 33,88,200 હતી.

જયારે કેસ વેરિફિકેશન કરતા રૂ 18,88,200 હતા તેમજ કસ્ટમર રિજેકશન ટ્રાજેક્શનના રૂ 3000 હતા જયારે રૂ. 15 લાખ જેટલી રકમ ઘટતા તે અંગે પુછપરછ કરતા આ રકમ તેને પોતાના અંગત ઉપયોગ કર્યો હોવાનું જણાવતા આ અંગેનો રિપોર્ટ ઉચ્ચ ક્ક્ષાએ કર્યો હતો.

જે બાદ રાજકોટ ખાતે ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ માંકડે તાલુકા પોલીસ મથકમાં નેહાબેન ગજ્જર વિરુદ્ધ રૂ 15 લાખની ઉચાપતની ફરિયાદ નોધાવી છે બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...