મતદાન વધારવા અંગે આયોજન:મોરબીમાં ચૂંટણી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ; ભૂતકાળમાં ઓછું મતદાન થયું હોય તે વિસ્તારોને ટાર્ગેટ કરવા સૂચના

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ખાતે સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને પોલિસ ઓબ્સર્વર દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે ચૂંટણી બાબતે નિમાયેલા ઓબ્સર્વર્સ અને વિવિધ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને ઓબ્સર્વર દિપક મિશ્રાએ જિલ્લા ચૂંટણી વિભાગ અંતર્ગત કરેલી તૈયારીઓની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ભૂતકાળમાં જે વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે તે વિસ્તારોને ટાર્ગેટ કરી ત્યાં મતદાન વધારવા અંગે આયોજન કરવા વિવિધ સૂચનો કર્યા હતા.

ચૂંટણી કામલક્ષી વિગતે માહિતી આપી
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાએ જિલ્લામાં કેટલા EVM મશીન મૂકવામાં આવ્યા છે. પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ, PWD અંતર્ગત કરવામાં આવેલા આયોજનો, વિવિધ નોડલ ઓફિસરની વિગતો, માનવ સંસાધનનું આયોજન, તાલીમ, EVM અને VVPATની અવલેબિલીટી અને સ્ટોરેજ, જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ, મતદાન વધારવા માટે કરવામાં આવેલું આયોજન, MCMC અને EMMC અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી, વ્હીકલ મેનેજમેન્ટ, કાઉન્ટીંગ સ્ટેશન અને પ્રોટોકોલ, ક્રિટીકલ પોલિંગ સ્ટેશન વગેરે અંગે વિગતે માહિતી આપી હતી.

અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી. ટી. પંડ્યા, 66- ટંકારા મતવિસ્તાર જનરલ ઓબ્સર્વર મણીરામ શર્મા IAS, 67- વાંકાનેર જનરલ ઓબ્સર્વર રામચંદ્રન આર. IAS, ખર્ચ જનરલ સિધ્ધાર્થ દાંગી IRAS, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...