• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Election Of Bar Association In Morbi, President Vice President Declared, Jitubha Jadeja As President, Chirag Karia As Vice President

વરણી:મોરબીમાં બાર એસોસિએશનની ચૂંટણી, પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર, પ્રમુખ પદે જીતુભા જાડેજા, ચિરાગ કારિયા ઉપપ્રમુખ બન્યા‎

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી માટે શાંતિપૂર્વક મતદાન થયું હતું. મોરબી બાર એસોસિએશનની 2022 નવી ટર્મના હોદેદારો માટે લોકશાહી ઢબથી મોરબી કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારથી મતદાન શરૂ કર્યું હતું .

બાર એસોસિએશનની ચૂંટણીમાં સાંજ સુધીમાં કુલ 364 જેટલા મતદારો મતદાન કરશે. આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રકિયાએ જવાબદારી નિભાવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર, ઉપપ્રમુખ માટે બે ઉમેદવાર, સેક્રેટરી પદ માટે 2 અને કારોબારી સભ્ય માટે 6 ઉમેદવાર મેદાનમાં ઉભા હતા. મોડી સાંજે જ ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયુ હતુ અને પ્રમુખપદે જીતુભા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે ચિરાગ કારીયા વિજેતા બન્યા હતા. તેમજ સેક્રેટરી તરીકે જે.ડી.અગેચાણીયા ચૂંટાઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...