રોષ:‘અહીં મત માગવા આવતા નહીં’ જીવાપરમાં લોકોનો ચૂંટણી બહિષ્કાર

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુ. જાતિના લોકોએ પડતર પ્રશ્નો મુદ્દે આક્રમક બેનર માર્યા

જામનગર જિલ્લાની કાલાવાડ બેઠકમાં સમાવિષ્ટ અને ભૌગોલિક રીતે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં જીવાપર આમરણ ગામમાં રહેતા અનુસૂચિત જાતિના પરિવારો દ્વારા વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા તેમના વિસ્તારમાં ઉમેદવારો એ મત માગવા આવવું નહીં તેવું બેનર મારી દીધું છે.

અનુસૂચિત જાતિના પરિવારો દ્વારા તેમની લાંબા સમયની માંગણી અને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેઓએ રજૂ કરેલી માંગણીઓ મુજબ તેમના વિસ્તારમાં પાણીની લાઈન કેમ અચ્છી સીસી રોડ ઉપરાંત તેઓના સ્મશાનમાં જવા માટેના રસ્તા અને તેને ફરતે કમ્પાઉન્ડ બનાવવા જિલ્લા પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.

આ ઉપરાંત તેઓએ તેમના પરિવારો માટે સરકારી આવાસ અને જમીન આપવામાં આવે તેવી પણ માંગણી કરી છે. આ ઉપરાંત તેઓ આર્થિક રીતે ગરીબ હોવા છતાં તેમણે બીપીએલ યાદીમાં સમાવવામાં ન આવ્યા હોય તેવું જણાવી જો તેઓને બીપીએલ યાદીમાં સમાવવામાં આવશે તેમજ અન્ય માંગણીઓને પણ સંતોષ આપવામાં આવશે તો જ આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...