પ્રવેશબંધી:મોરબીના બોરિયાપાટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોને ક્યાંક આવકાર, ક્યાંક જાકારો
  • પ્રાથમિક સુવિધા ન મળતાં પ્રવેશબંધી

વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષના ઉમેદવારો તેમના મતની ખેતી કરવા નીકળી પડ્યા છે. આવા સમયે ક્યાંક તેઓને મીઠો આવકાર મળી રહ્યો છે તો ક્યાંક જાકારા પણ મળી રહ્યા છે આવા આવકાર અને જાકારા વચ્ચે હવે ચુંટણી બહિષ્કારના બેનરો લગાવવા લાગતા ઉમેદવારોનું બ્લડપ્રેશર વધવા લાગ્યું છે તાજેતરમાં મોરબીના જીવાપર ગામના દલિત સમાજ દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી આપતા બેનરો લગાવ્યા બાદ હવે મોરબી શહેરમાં પણ વિરોધની શરુઆત થઇ ચુકી છે.

મોરબી શહેરના બોરિયાપાટી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ભૂગર્ભ લાઈન પીવાના પાણી સ્ટ્રીટલાઈટ તેમજ પોસ્ટ સેવા સહિતની પ્રાથમિક સુવિધા મુદે ચુંટણી બહિષ્કાર તરફ વળ્યા છે તેઓએ દ્વારા તેમના વિસ્તારમાં બેનરો લગાવી વિરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આ સુવિધા આપવાની તેઓની વર્ષો જૂની માંગણી હતી.

અન્ય સમાચારો પણ છે...