તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીનો ઝેર પી આપઘાત, દંપતીને બ્લડપ્રેશર, મણકાની તકલીફ હતી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના અવની ચોકડી વિસ્તારમાં રહેતા દંપતીએ બીમારીથી કંટાળીને સાથે જ વહેલી સવારે પોતાના જ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ બન્નેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકો પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેમના આપઘાત માટે કોઈ જવાબદાર ન હોવાનું અને પુરુષને હાઈ બ્લડ પ્રેશર તેમજ મહિલાને કમરના મણકાની તકલીફ હતી, દવા ચાલતી હોવા છતાં તેમાં કોઇ ફેર ન પડતો હોઇ, બન્ને સતત માનસિક ચિંતામાં રહેતા હતા.

અંતે આ બાબતે લાગી આવતા બન્નેએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. શહેરના કેનાલ રોડ પર આવેલી અવની ચોકડી વિસ્તારમાં આવેલા શ્યામ પાર્કમાં પોતાના પુત્ર સાથે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અમરસીભાઈ હરસુખભાઈ કોટડીયા અને હીરાબેન હરસુખભાઈ કોટડીયા નામના દંપતીએ શુક્રવારે વહેલી સવારે પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલમાં તેમજ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં તેમના આપઘાત માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પરિવારજનોનાં જણાવ્યા મુજબ મૃતક અમરસીભાઈને બ્લડપ્રેશરની બીમારી હતી અને હીરાબેનને પણ મણકાની બીમારી રહેતી હોવાથી બન્નેની સારવાર ચાલતી હતી. જો કે બીમારીના કારણે માનસિક તણાવથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસના વી.પી.છાશિયા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...