જુગારધામ પર પોલીસનો દરોડો:વાંકાનેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં મહિલાઓ સહીત જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમીયાન નવાપરા સો વારીયા પટ્ટમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં જૂગાર રમતા રામજી શામજી દેકાવડીયા, અજય પ્રેમજી બાવળિયા, રમેશ કાનજી સારલા, દિનેશ અમરસી ઝાલા, કાનજી શંકર રીબળીયા, નીકીતા અશોક દેકાવાળીયા, જાગૃતિ અલ્પેશ અદગામાં અને હંસા અજય બાવળિયા રહે બધા વાંકાનેર નવાપરા સો વારીયા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ.13,390 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...