• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Eight Card Lovers Caught Gambling In Public In Jaipur Village; While Two Were Caught Gambling In A Wadi House Near Gaushala In Morbi And Six Absconded

મોરબીમાં જુગારધામ પકડાયા:જેપુર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા; જ્યારે મોરબીમાં ગૌશાળા નજીક વાડીના મકાનમાં જુગાર રમતા બે ઝડપાયા અને છ ફરાર

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેપુર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા જનકભાઈ જગજીવનભાઈ પટેલ, ગંગારામભાઈ જેરામભાઈ પટેલ, અશ્વિનભાઈ જગજીવનભાઈ પટેલ, મુકેશભાઈ જગજીવનભાઈ પટેલ, રાજેશભાઈ ડાયાલાલ પટેલ, પાર્થભાઈ નવલભાઈ પટેલ, કિરીટભાઈ હસમુખભાઈ પટેલ અને હિતેશ રામજીભાઈ પટેલને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧,૦૬,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેર અને તાલુકામાં એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમે છેલ્લા બે દિવસમાં જુગારીઓ પર ઘોસ બોલાવી સતત દરોડા કાર્યવાહી કરી છે. જેમાં રવાપર ઘુનડા રોડ પર ગૌશાળા નજીક વાડીના મકાનમાં દરોડો કરી જુગાર રમતા 2ને ઝડપી લીધા હતા. તો છ આરોપીઓ નાસી ગયા હોઈ જેથી પોલીસે મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની પેટ્રોલિંગમાં દરમિયાન રવાપર ઘુનડા રોડ પર કેશવ ગૌશાળા પાસે વાડીના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રવાપરની રહેવાસી સુનીલ બાબુભાઈ પટેલ અને અરવિંદ ઉર્ફે લાલો ભાણજીભાઈ પાડલીયાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૮૧,૦૦૦, બાઈક કીમત રૂ ૩૦,૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

તો આરોપી દીપક રૂગનાથભાઈ એરણીયા રહે મોરબી રવાપર ચિત્રકૂટ સોસાયટી, પ્રકાશ ઉર્ફે પકો પટેલ રહે ટીકર તા. હળવદ, શૈલેષ પટેલ રહે ટીકર તા. હળવદ, શૈલેશભાઈ પટેલ રહે ટીકર તા. હળવદ વાળાના બનેવી રહે મોરબી, શૈલેશભાઈ પટેલ રહે લાલપર તા. મોરબી અને નીતિનભાઈ પટેલ રહે ઘાટીલા વાળા પકડવા પર બાકી હોય જે આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા તેમજ એલસીબી ટીમના શક્તિસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ સહિતની ટીમ જોડાયેલ હતી.

અન્ય સમાચારો પણ છે...