તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:મોરબી જિલ્લા પંચાયત ભવનનું આજે ઇ-લોકાર્પણ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે મોરબી, વાંકાનેર બસ સ્ટેન્ડનું સીએમ રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં પણ નવરચિત જિલ્લા પંચાયત ભવનના બાંધકામ માટે આશરે રૂ.29.40 કરોડની રકમ ફાળવવામાં આવેલ જેના સામે 27.46 કરોડના ખર્ચે મોરબી શહેર ખાતે જિલ્લા સેવા સદનના સંકુલમાં વિશાળ જગ્યામાં પાર્કીંગની સુવીધા ધરાવતું જિલ્લા પંચાયત મકાનનું તમામ જરૂરી સુવિધા સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી એક જ કમ્પાઉન્ડમાં નિર્માણ થયેલ છે.

જેથી મોરબી જિલ્લાની જનતાને એક જ સંકુલમાં સરકારની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાથી મળી રહેશે નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.૨૭.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. મોરબી શહેરના શોભેશ્વર રોડ પાસે, સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું ગુરુવાર, ૩જી જૂનના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.જિલ્લા પંચાયત ભવનના પ્રથમ તથા બીજા માળમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ તથા લગત શાખાના કર્મચારીઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે.

આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ રૂમ, મિટીંગ હોલ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે.તો બીજા માળે ધાત્રી બહેનો માટે અલગથી ઘોડીયાઘરની સુવીધા તમામ માળે પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, લેડીઝ તેમજ જેન્ટ્સ અલગ અલગ ટૉઇલેટ, દરેક એન્ટ્રી ગેઇટ પાસે જરૂર મુજબના રેમ્પ તથા પ્રજ્ઞાચક્ષુની સુવીધા માટે ટેક્ટાઇલ પાથની સુવીધા કરવામાંઆવેલ છે.રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબી (નવું)ના અદ્યતન બાંધકામ માટે રૂ. 5.43 કરોડ ફાળવણી કરવામાં આવી છે

જ્યારે વાંકાનેર ખાતે રૂ. 4.22 કરોડ ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનનું ઈ-ખાતમૂહુર્ત મુખ્યમંત્રીના વરદ્દહસ્તે યોજાશે.નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનેવેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...