• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Dundala God Ganapati Maharaj Was Buried In A Grand Procession In Morbi; An Emotional Discharge With The Sound Of 'agale Baras Soon Ana'

ગણપતી બાપ્પા મોરયા:મોરબીમાં ભવ્ય શોભાયાત્રા કાઢી દુંદાળા દેવ ગણપતિ મહારાજનું વિસર્જન કરાયું; 'અગલે બરસ જલ્દી આના' નાદ સાથે ભાવભેર વિસર્જન

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકા દ્વારા ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરાઈ હતી. મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ નગરપાલિકા દ્વારા આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર સ્થળોએ મૂર્તિ એકત્ર કર્યા બાદ સામુહિક વિસર્જન કરવામાં આવ્યું હતું.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજે નગરપાલિકા ટીમ દ્વારા શહેરના સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ ઈ કોલેજ રોડ અને ગર્લ્સ હાઈસ્કૂલ એમ ચાર સ્થળેથી મૂર્તિ એકત્રિત કરવામાં આવી હતી અને બાદમાં આરટીઓ કચેરી પાસે પાલિકાની ટીમ દ્વારા જ સામુહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરીએ વિસર્જન સ્થળે ૨૫ સભ્યોની ટીમ ઉપરાંત જેસીબી, ૨ હાઈડ્રા, એક બોટ અને ૧૦ કુશળ તરવૈયાની ટીમ અને પાંચ અન્ય સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ નગરપાલિકાના ૫૦થી વધુનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવી હતી.

વિસર્જન સ્થળે નગરપાલિકાની ટીમે જ ગણપતિ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. મોડી સાંજ સુધી પાલિકાએ એકત્ર કરેલ તેમજ સ્થળ પર પહોંચેલ શ્રદ્ધાળુઓ પાસેથી મૂર્તિ એકત્ર કરીને પાલિકાની ટીમે ગણેશ વિસર્જન કર્યું હતું. મોડી સાંજ સુધીમાં ૫૦૦થી વધુ ગણપતિ મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...