રજૂઆત:લોકડાઉનના લીધે કિસાનોને આવક ઓછી, જાવક વધી

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં વિવિધ માગણી પૂર્ણ કરવા કલેક્ટરને રજૂઆત
  • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનને પડ્યું મેદાને

લોકડાઉન અને કોરોનાના કહેરના કારણે સમગ્ર રાજ્યના કિસાનો માટે વિવિધ માંગણીઓ પૂરી કરવાની રજૂઆત ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશને કલેકટરને કરી છે. એસોસિએશને જણાવ્યું છે કે, રાજ્યમાં મહામારી વ્યાપક બનેલી છે. અને લોકડાઉનના 65 દિવસ થઈ ગયા છે. આટલા લાંબા ગાળાનાં લોકડાઉનનાં કારણે ખેડૂતોને જીવન નિર્વાહ કરવાનું કપરું બની ગયું છે. જે લોકો પાસે નાની બચત હતી એ પણ હવે સંપૂર્ણ ખર્ચાઈ જવા પામી છે. આ સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનની હાલત અત્યંત કફોડી બનેલી છે. આવા સંજોગોમાં અગાઉના સમયમાં જે તે સમયની સરકાર દ્વારા તેમજ રાજાશાહી દ્વારા પ્રજાને સધિયારો આપવામાં આવતો હતો. આ સધિયારો આપી લોકોનો જીવન નિર્વાહ ગુજારાય તેવી અરજ છે.

મુખ્ય માગણીઓ કઇ કઇ છે?
-  માર્ચ 2020 થી જૂન 2020 સુધીના લાઈટ બિલ માફ કરાય.
-  પાણી વેરો અને મિલકત વેરો માફ કરાય.
-  શાળા-કોલેજોની પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફ કરાય.
-  કૃષિ ધિરાણ ભરવાની જોગવાઈનું દેવું માફ કરી નવું ધિરાણ અપાય.
-  નાના ધંધાર્થીને લોન આપવાની પ્રક્રિયા સરળ બનાવાય.

અન્ય સમાચારો પણ છે...