મોરબી વાંકાનેર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રમિક યુવાન કૈફી દ્રવ્ય પીને નશો કરીને પોતાનું બાઈક ચલાવતો હોય જે બાઈક બંધ ટ્રક પાછળ અથડાતા બાઈક સવાર શ્રમિક યુવાનનું મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રક પાછળ બાઈક અથડાતા એકનું મોત
મૂળ ઝારખંડના વતની મુચીરામ રામુ સાંડીલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.27 ઓક્ટોબરના રોજ બપોરના સુમારે ફરિયાદી તેના માસીના દીકરા તુરમ બંને લોકો સુપરવાઈઝર શેઠ ચેતન્બાહી દેવજીભાઈ ગડાદરા રહે માટેલ વાળાનું બાઈક જીજે 13 એએસ 2582 લઈને ખોલાયા બાલબુચને મોરબી પાવડીયારી રોડ પર લેવા નીકળ્યા હતા. જે બાઈક માસીનો દીકરો તુરમ ચલાવતો હતો અને રફાળેશ્વર ચોકડી પહોંચતા તુરમેં અહી ઉભો રહે કહીને ગયો હતો અને ક્યાંકથી દારૂ પી આવ્યો હતો. બાદમાં બંને મોરબી આવવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં તુરમના ફોનમાં ખોલાયાનો ફોન આવતા અહી શેઠ પાસે ઉપાડ કરેલ છે અને ઉપાડના રૂપિયા વળી જાય એટલે આવશે તેમ વાત કરી હતી. બાદમાં સાંજના બાઈક પર માટેલ જવા નીકળ્યા હતા, ત્યારે તુરમ બાઈક ચલાવતો હતો અને હાઈવે પર સર્વિસ રોડ પર લાલપર પાસે લોખંડ પુલનું કામ ચાલુ છે, જ્યાંથી થોડે આગળ પહોંચતા એક ટ્રક ટ્રોલી વાળો રોડ સાઈડે સર્વિસ રોડ પર પડેલ હોય જે દેખાયો નહીં અને ટ્રક પાછળ બાઈક અથડાયું હતું.
પોલીસે બાઈકચાલક સાથે ફરિયાદ નોંધી
જે અકસ્માતમાં તુરમને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ફરિયાદીને સામાન્ય ઈજા થઇ હતી. જેથી તુરમને સારવાર માટે રાજકોટ સિવિલ બાદ અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાઈકચાલક તુરમે ગોડા (ઉં.વ.27) વાળા વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.