તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મોરબીમાં દવા પી યુવકનો આપઘાત, કારણ અકબંધ

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના નાની વાવડી ગામે આવેલી સંત કબીર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ કાંતિલાલભાઈ વ્યાસે ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, આ યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં યુવાનનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી ક્યાં કારણોસર યુવાનને આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા હલીમાબેન ઇબ્રાહિમશા શાહમદારે પણ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેણીને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...