તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:મોરબી સિવિલમાં ડો.દૂધરેજિયાને ફરી ઈન્ચાર્જ અધિક્ષકનો ચાર્જ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત એપ્રિલમાં દર્દીની સારવારમાં બેદરકારીના આક્ષેપ થતા સુરેન્દ્રનગર બદલી કરાઇ હતી

મોરબી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.પી.કે દુધરેજીયાને કોરોનાની બીજી લહેર વખતે સુરેન્દ્રનગર ડેપ્યુટેશનમાં મુકવામાં આવ્યા હતા. જો કે ગણતરીના દિવસોમાં ફરી મોરબીમાં બદલી થઇ હતી. હવે તેઓને ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાં સિવિલ અધિક્ષકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોના મહામારીની બીજી લહેર વખતે જ્યારે સારવારમાં બેદરકારીના આક્ષેપ થતા તેમજ સુરેન્દ્રનગર માં ડોક્ટરની અછત સામે આવતા મોરબી સિવિલ અધિક્ષક ડો. પી. કે. દુધરેજીયાને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલી દઈ તેમની જગ્યાએ સુરેન્દ્રનગરથી ડો.ઓઝાને મુકવામાં આવ્યા હતા પરંતુ કોઈપણ કારણોસર ડો. ઓઝા હાજર ન થતા આરએમઓ સરડવાને ઇન્ચાર્જ અધિક્ષક તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ફરીથી મોરબી સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ડો. દુધરેજિયાને મુકવામાં આવ્યા છે. અગાઉ પણ એકવાર રાજકોટ બદલી થયાના ગણતરી દિવસોમાં મોરબી બદલી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...