તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મોરબીમાં 15મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાકક્ષાની વાદન સ્પર્ધા યોજાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાધનને મોબાઇલથી દૂર કરવા નવીનતમ આયોજન

ગુજરાતના યુવાધનને યોગ, શારીરિક સશક્ત બનાવવાના હેતુથી રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર- જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા વાદન વાંસળી, તબલા, હાર્મોનિયમ સ્પર્ધાનું આયોજન કરાયું છે અને જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ, 60 વર્ષથી ઉપરના ઓપન વય જૂથમાં ભાગ લઈ શકશે.

સ્પર્ધાની વિડિયો ક્લિપની સીડી તૈયાર કરી 15 સપ્ટેબર બપોરે 12 સુધીમાં વિકાસ અધિકારીની કચેરી રૂમ બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ મોરબી ખાતે મોકલવાની રહેશે. પ્રથમ વિજેતાને રૂ.25,000/-, દ્વિતીય વિજેતાને રૂ.15,000/-, તૃતીય વિજેતાને રૂ.10,000/- ઈનામ અપાશે, અન્ય સાત વિજેતાઓને રૂ.5000/-(પ્રત્યેકને) આશ્વાસન ઇનામો અપાશે, તેમજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.1000/-, દ્વિતીય વિજેતાને રૂ.750/-, તૃતીય વિજેતાને રૂ. 500/- ઈનામ અપાશે.

અન્ય સમાચારો પણ છે...