વિતરણ:મોરબી જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શનનું વિતરણ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અલગ અલગ નવ સ્થળે આયોજન કરવામાં આવ્યું, 4466 લોકો થયા લાભાન્વિત

રાજય સરકારે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિતે રાજયભરમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે અન્વયે મોરબી ટાઉનહોલ ખાતે પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં 9 સ્થળ પર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ સમગ્ર મોરબી શહેરની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વાગત પ્રવચન ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ. રૂપાપરાએ કર્યું હતું અને સમગ્ર મોરબી જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લામાં આજના દિવસે 4466 જેટલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન, ગેસ કીટ વિતરણ અંગે માહિતી પૂરી પાડી હતી.આ ઉપરાંત મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થીઓને પણ આ તકે સહાયનું વિતરણ કરાયું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ. રૂપાપરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરસીયા, નાયબ મામલતદાર જેન્તીભાઇ પાલિયા સહિત પુરવઠા કચેરીનો સ્ટાફ તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની સહાયથી હું સીએ બની પિતાનું સપનું પૂરંુ કરીશ
મુખ્યમંત્રી બાળ સહાય યોજનાથી હું સી.એ. બનીને મારા પપ્પાનું સ્વપ્ન પૂરું કરીશ.પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ઈશા સુનીલભાઈ ખાખીએ જણાવ્યું કે, જૂન મહિનામાં મારા પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં રાજ્ય સરકાર દ્વારા એકવાલી બાળ સહાય યોજનાનો લાભ મળ્યો છે. આ સહાયથી મને મારા મમ્મી પપ્પાનું સપનું પૂરુ કરવા માટે ખૂબ જ મદદ મળશે. હું સી.એ. બનીને મારા પપ્પાનું સપનું પુરુ કરવા માંગુ છું.

અન્ય સમાચારો પણ છે...