તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણનું જતન:મોરબીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 1500 રોપાનું વિતરણ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે પર્યાવરણનું જતન

મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ, મયુર નેચર ક્લબ, મોરબી અપડેટ તથા સામાજીક વનિકરણ વિભાગ દ્વારા આજે ૧૫૦૦ રોપાઓનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું .

આ તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે છેલ્લા સાત વર્ષથી રોપાઓનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષો પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ વિતરણ કરવામાં આવે છે.

જેમાં સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, કાચનાર, સેતુર, આસોપાલવ, આમળા, સયન, લીમડો કરંજ જેવા રોપાઓ અપાયા હતા આ ઉપરાંત રોપાઓનું વાવેતર અને ઉછેર અંગે માર્ગદર્શન પણ અપાયું હતું આ સંસ્થાઓ પ્રતિવર્ષ દેવ દિવાળી પર તુલસીના રોપાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...