મોરબીમાં યુવાને પુત્રના બર્થડેની ઉજવણી જરા હટકે કરી હતી અને બોર્ડર પર રહેતા જવાનો જે રીતે કપરી સ્થિતિમાં ફરજ બજાવતા હોય છે તે જોઇને તેમને ઠંડક પ્રદાન કરવા કુલરની ભેટ આપી હતી. મોરબીમાં ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના જન્મદિવસે દેશભક્તિ પ્રેરક કાર્ય કરી પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે. મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલનો પુત્ર શિવાજીના જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર 43 થી 45 ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા BSFના જવાનોને કૂલર આપયું હતું.
વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી. ત્યારે જવાનને જે સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધા નથી મળતી તેવું રાધેભાઈની સામે આવ્યું હતું. ત્યારે 45 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરતા જવાનોને કૂલર આપી પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.