તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મોરબીના કાલિકા પ્લોટમાં બાઈક ચલાવવા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી, બન્ને જૂથના લોકોએ સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના કાલીકા પ્લોટમાં ગઈકાલે રાત્રે બાઈક ચલાવવા બાબતે બે જુથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયા બાદ મારામારી થઇ હતી. જેમાં બન્ને પક્ષના લોકોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે મોરબી એ ડિવિઝન સ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબીના કાલીકા પ્લોટમાં રહેતા ડેનિસ કિશોરભાઈ ગત રાત્રીના તેના ભાઇ અને મિત્રો સાથે ઘર પાસે બેસીને તાપણું કરી રહ્યો હતો.

ત્યારે ત્યાં રમીઝ અને જાવેદ આવ્યા હતા અને “જલાલચોકમાંથી નીકળવુ નહી” તેમ કહીને ગાળો આપવા લાગ્યા હતા અને બાદમાં જતા રહ્યા હતા પાછળથી રમીઝ ઉર્ફે ટકો, જાવેદ ઉર્ફે મીટર, દાઉદ ઉર્ફે દાવલો, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા અને કુરદીન દાઉદ પલેજાએ ધારીયા અને કુવાડી સાથે આવીને ગાળો આપી જલાસચોકમાં ઘર પાસેથી બાઇક લઇને નિકડવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષેથી રેશ્માબેન રહીમભાઈ ચાનીયાએ ડેનીસ કથરેચા, અક્ષયભાઈ અને રોહિતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સામેવાળાઓ ઓવર સ્પીડમાં બાઇક લઇને શેરીમાંથી નીકળતા હોય તેઓને સમજાવવા ધમકી આપવા લાગ્યા હતા. હાલમાં પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં સામ સામી ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો