મોરબી નગરપાલિકામાં રાજકીય આગેવાનો આશીર્વાદ અને પાલિકાની મીઠી નજરે અત્યાર સુધીમાં અનેક ગેરકાયદે બાંધકામો ખડકાયા છે, તો ઘણા કામ હજુ ચાલુ છે, અને આવા બાંધકામ ઇમ્પેક્ટ ફીના નામે રેગ્યુલરાઈઝ કરી લેવામાં આવતા હોવાની અગાઉ અનેક ફરિયાદો અને આક્ષેપ થયા છે, ત્યરે અગાઉ ઈમ્પૅક્ટ ફી મામલે થયેલી ગેરરીતિઓ થઈ હોવાનું સામે આવ્યું હતું અને નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આકરા પગલાં લેવાની કામગીરી આરંભી હોય તેમ લાગી રહ્યું છે. તેના ભાગરૂપે ગત તા.8 અને 9માર્ચ રોજ આદેશ કરી સાત દિવસમાં ઈમ્પૅક્ટ ફી વસુલાતનું સઘળું રેકોર્ડ રજૂ કરવા જવાબદાર કર્મચારીઓને તાકીદ કરી હતી તેમ છતાં જવાબદાર કર્મચારીઓ દ્વારા રેકર્ડ રજૂ ન થતાં ચીફ ઓફિસર દ્વારા ત્રણ હંગામી, ફિક્સ વેતન કર્મચારીઓની સેવાનો અંત લાવી તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ આપતા નગરપાલિકા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે.
નગરપાલિકા વિસ્તારમાં ઈમ્પેક્ટ-ફી અધીનીયમ હેઠળ જે ગેરરીતીઓ હાથ ધરાયેલ હતી તેની તપાસ મોરબી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી જેમાં જવાબદાર કર્મચારીઓને 7 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ આ મામલે ત્રણ કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી અને નગરપાલિકાની શાખ અને સ્વભંડોળને થઇ રહેલ નુકશાન પહોંચાડ્યાનું જણાવી હંગામી, ફિક્સ વેતન કર્મચારી જયદીપ સોરઠીયા, ધીરુભાઈ સુરેલીયા અને વિવેક દવેની સેવાઓને, કરારને તાત્કાલિક અસરથી અંત લાવવાનો હુકમ કરી ફરજ પરથી ઉતારી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.