અનોખું સન્માન:દેવકી ગાલોળ શાળાના શિક્ષકોની રક્તતુલા કરી અપાયું વિદાયમાન

દેવકી ગાલોળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવકી ગાલોળ ગામે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલ ના શિક્ષકોની રક્તતુલા યોજીને તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ બન્ને શિક્ષકોએ જીવનભર જે સેવા અને ફરજ બજાવી તેનું અદેકરું સન્માન કરી તેમને વિદાયમાન અપાયું હતું. દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષકસી.જી. ઊકાણી તેમજ શારદા બેન બરવાળીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય શાળા પરિવાર દ્વારા અલગ પ્રકારનું આયોજન કરાયું હતું. આ બન્ને શિક્ષકો પાસેથી શિક્ષણ લઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વર્તમાન સમયના હજારો વિદ્યાર્થીઓના તેઓ માર્ગદર્શક, પથદર્શક રહ્યા છે.

શાળાના એસ.અસ.સી.બોર્ડ 1994 ની બેચના વિઠ્ઠલ દોંગા, શશીકાંત જોશી, સહિતના વિદ્યાર્થી મિત્રોએ વિદાય સમારંભ યાદગાર પ્રસંગ બની રહે તે માટે રક્તદાન કરી, રક્તતુલા કરી ગુરૂ દક્ષિણા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. એકત્ર થયેલું રક્ત થેલેસેમિયા પીડિત વ્યક્તિ માટે જયદીપ બ્લડ સેન્ટર રાજકોટ ના સહયોગથી અર્પણ કરાયું હતું. આ તકે ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા,બોર્ડ મેમ્બર પ્રિય વદન ભાઈ કોરાટ, સુરેશ ભાઈ ક્યાડા , તેમજ દેવકી ગલોળ ગ્રામ પંચાયત તમામ સભ્યો. સરપંચ અશોક ભાઈ વિશાવેલિયા અને આગેવાનોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...