તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિબિર:મોરબીમાં પગાર, બદલી કેમ્પ, પેન્શન સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા નિર્ધાર

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની શિબિરમાં વિચાર વિમર્શ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત અને મોરબી જિલ્લા દ્વારા શિક્ષકો તેમજ શાળાના આચાર્યના ઘણા પ્રશ્નો માટે કામગીરી કરી રહ્યું છે.આ કામ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદેશથી મોરબીના શિશુ મંદિર શક્ત શનાળા ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું . તમામ પદાધિકારીઓની હાજરીમાં માળીયા ટીમની ઘોષણા કરવા આવી જેમાં હરદેવભાઈ કાનગડની અધ્યક્ષ તરીકે અને સુનિલભાઈ કૈલાની મંત્રી તરીકે વરણી કરવામાં આવી બંનેનું સન્માન પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે સન્માન કરાયું હતું.

મોરબી જિલ્લાના દરેક તાલુકા દીઠ ઘણા બધા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે સૌનું શાબ્દિક કર્યું અને આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારવાનો છે,એ માટે વધુને વધુ શિક્ષક બધું ભગિનીઓને સંગઠન સાથે જોડાવા માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવાનો છે. રાજ્ય અને મોરબી મહાસંઘ દ્વારા થયેલા કાર્યો, સરકાર અને શિક્ષણ વિભાગમાં રજુઆતો કરી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા માટે કરેલા યતનો પ્રયત્નોની વિશદ છણાવટ કરતા જણાવ્યું કે મહાસંઘે કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પ,પ્લાઝમા ડોનેશન કેમ્પ,વૃક્ષા રોપણ કાર્યક્રમો,ટિફિન સેવા,દીકરી દત્તક યોજના,કર્તવ્ય બોધ દિવસની ઉજવણી, માતૃ વંદના કાર્યક્રમમાં સંઘર્ષ કરી સમાજમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર હજારો બહેનોને સન્માનિત કરી ગૌરવ અપાવ્યું.

શિક્ષકોના પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે,શાળાઓ મર્જ, બદલી કેમ્પ,એચ.ટા.ટ. આચાર્યોના પ્રશ્નો,નવી પેન્શન યોજના,ઉ.પ.ધો.ના પ્રશ્નો,બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા, માતૃ શાળાની સિનિયોરિટી, ધો.6 અને 7 માં 20 કે તેથી વધુ વિદ્યાર્થીઓ વાળી શાળામાં જગ્યાઓ ઓપન કરી શિક્ષકોની નિમણુંક કરાવવી સહિતના પ્રશ્ને રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...