મોરબી દુર્ઘટના:તપાસનીશ અધિકારીના પત્ર છતાં કલેક્ટર કચેરીમાંથી દસ્તાવેજ ન મળ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલ સંબંધી સાહિત્ય આપવા રાજકોટ, મોરબી ઓફિસને જણાવાયું’તું

મોરબી જિલ્લાની દુર્ઘટનામાં સરકાર દ્વારા નિમવામાં આવેલી કમિટીની સાથે સાથે પોલીસની પણ સમાંતર તપાસ ચાલી રહી છે.પોલીસ દ્વારા ઝૂલતા પુલના રિનોવેશન કામગીરી સાથે જોડાયેલા દસ્તાવેજ તેમજ ભૂતકાળમાં પાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે થયેલા કરાર તેને લગતા પત્ર વ્યવહાર તેમજ ૨૦૦૭માં પણ જ્યારે મોરબી શહેર રાજકોટ જિલ્લા સાથે જોડાયેલું હતું.

ત્યારે રાજકોટ ક્લેક્ટર સાથે થયેલા પત્ર વ્યવહાર સહિતના દસ્તાવેજ એકઠા કરવામાં આવી રહ્યા છે અને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આ તપાસમાં જાણે રાજકોટ અને મોરબી કલેકટર કચેરી સહયોગ આપવામાં માનતી ન હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પોલીસ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ઘટનાની તપાસ માટે રાજકોટ અને મોરબી ક્લેક્ટર પાસે દસ્તાવેજ મગાવ્યા છે.

અને તે મળ્યા બાદ આગળ તપાસ વધશેે. કોર્ટ દ્વારા પણ આ બાબતે તપાસ અધિકારીને પૂછવામાં આવ્યું હતું પણ પોલીસ યોગ્ય જવાબ આપી શકી નથી. તપાસ અટકી પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકા અને ઓરવા ગ્રૂપ પાસેથી જરૂરી દસ્તાવેજ મેળવી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ક્લેક્ટર કચેરીથી દસ્તાવેજ નથી મળ્યા જેથી તપાસ અટકી છે.

અન્ય સમાચારો પણ છે...