સુગમતા:ઉત્તરાયણ બાદ ડેમુ ટ્રેન ફરી પાટા પર

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી-વાંકાનેર વચ્ચે અપડાઉન કરતા મુસાફરોને 15મીથી સુવિધા

કોરોના મહામારી પહેલા મોરબીથી વાંકાનેર રેલવે જંકશન જવા માટે દરરોજ સવારે 6 :15 મિનિટે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ચાલતી હતી જોકે કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન લાગતા 1 વર્ષ કરતા પણ વધારે સમય સુધી ડેમુ ટ્રેન સર્વિસ બંધ કરી દેવાઈ હતી. અલગ અલગ સામાજિક કાર્યકરોની રજૂઆત બાદ ફરી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન શરૂ કરાઇ હતી.

જો કે સવારે 6 વાગ્યે અને રાત્રી 10 વાગ્યાની ટ્રેન સેવા શરૂ કરાઈ ન હતી. જેના કારણે વહેલી સવારે સિરામિક ફેકટરીમાં મજુરી કરતા શ્રમિકો વિદ્યાર્થીઓ તેમજ વહેલી સવારે વાંકાનેર જંકશનથી ઉપડતી ટ્રેન ઉપ્લબ્ધ ન હતી. જેથી આ સવારે ટ્રેન શરૂ કરવા માંગ કરતા અંતે 15 જાન્યુઆરીથી વાંકાનેર-મોરબી વચ્ચે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલ્વેએ 15 જાન્યુઆરી, 2022થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 09562 મોરબી–વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.45 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09441 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ સવારે 07.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...