તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકાર દ્વારા સંસદ સત્રમાં મંજૂર કરાવી કૃષિ સંશોધન કાયદો બની ગયો હતો. જો કે આ કાયદાની સાથે સાથે ખેડૂતોના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ પણ જોડાયું હતું અને કાયદાના વિરોધમાં દેખાવ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે કાળા કાયદા ઘડી અન્નદાતા કિસાનોની કાળી મજૂરીને મુઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી હરિત કાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. આ કૃષિ બીલ ખેડૂતો માટે નુકસાનકારક હોવાનું જણાવીને કાળા કાયદાને રદ કરવાની રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી છે.
આવેદન આપવા પહોંચેલા કોંગી આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
એક તરફ તંત્ર અને સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માસ્ક પહેરવા અપીલ કરે છે. કોંગ્રેસ કાર્યકરોને જાણે આ સલાહ લાગુ ન પડતી હોય તેમ ટોળે વળી કચેરીઓમાં પહોચ્યાં હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.