ઝુંબેશ:મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ડિમોલિશન, 16 બાંધકામ પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા થોડા સમયથી સરકારી જમીનને પોતાની ગણી તેના પર વ્યાપક દબાણો ખડકી દઇ નિશ્ચિંત થઇને ફરનારા દબાણકારોની ઉંઘ હરામ કરવા માટે નગરપાલિકાએ ડિમોલિશન કામગીરી આરંભી છે. - Divya Bhaskar
છેલ્લા થોડા સમયથી સરકારી જમીનને પોતાની ગણી તેના પર વ્યાપક દબાણો ખડકી દઇ નિશ્ચિંત થઇને ફરનારા દબાણકારોની ઉંઘ હરામ કરવા માટે નગરપાલિકાએ ડિમોલિશન કામગીરી આરંભી છે.
  • સરકારી જમીન પર ઓરડી બનાવી ભાડે આપી દીધાની ફરિયાદ ઉઠતા કાર્યવાહી કરાઇ
  • જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થયા બાદ દબાણ હટાવ ઝુંબેશને વધુ વેગવંતી બનાવાશે તેવો ચીફઓફિસરનો હુંકાર

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જૂના હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર રોડ પર આવેલા સર્કિટ હાઉસ સામેના ભાગે આવેલ ખાલી જગ્યામાં કેટલાક તત્વોએ કાચી પાકી ઓરડીઓ બનાવી હોય અને તે ભાડે આપી ગેરકાયદે ભાડાં વસુલ કરતા હોવાની તેમજ અવાર નવાર ત્યાં ઝઘડા થતા હોવાની વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી.આ અંગે જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆત થતાં પાલિકાની દબાણ હટાવ ટીમ સ્થળ પર પહોંચી હતી અને 16 જેટલા કાચા પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આડેધડ દબાણ ખડકાઈ રહ્યા હોવાની અવાર નવાર ફરિયાદ ઉઠે છે. જેમાથી કેટલાક વિસ્તારોમાં પાલિકા દબાણ હટાવી જગ્યા અને રોડ રસ્તાઓ ખુલ્લા કરાવે છે તો ક્યાંક જેમના તેમ પડ્યા રહે છે.

આવી જ એક ફરિયાદ કલેક્ટર સુધી પહોંચી હતી મળતી માહિતી મુજબ મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં જુના હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર રોડ પર આવેલ સર્કિટ હાઉસ સામે અમુક સ્થાનિક શખ્સોએ ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી ભાડે આપીને ભાડું ઉઘરાવતા હોય આ ઉપરાંત અહીં અસામાજીક તત્વોનો દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતી મહિલાઓને નીકળવું પણ મુશ્કેલ બને છે.

આથી અહીં આવારા તત્વોનો ત્રાસ દૂર કરી ગેરકાયદે દબાણો હટાવવાની માંગ કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી.જે બાદ આજે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને દબાણ હટાવ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી બી ડિવિઝન પોલીસને સાથે રાખી આ 16 જેટલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દઈ જગ્યા ખાલી કરાવી હતી.

જન્માષ્ટમી બાદ પંચાસર રોડ પર દબાણ હટાવાશે
આ વિસ્તારમાં ગેરકાયદે દબાણની ફરિયાદ મળતા આજે અમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી જન્માષ્ટમી બાદ પંચાસર રોડ વિસ્તારમાં પણ દબાણ હતા હટાવવામાં આવશે. તેમજે તહેવારો પૂર્ણ થઇ જાય પછી ગેરકાયદે જેટલા દબાણો છે તેને હટાવવામાં આવશે અને કોઇની પણ શેહ શરમ રાખવામાં આવશે નહીં.માં - ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર, મોરબી

અન્ય સમાચારો પણ છે...