તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોરબીમાં ભૂગર્ભ લાઇનનું પાણી ધુતારી નાળામાં છોડવાનું કામ અટકાવવા માંગ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડી વિસ્તાર હોય પાણી છોડવાથી પશુઓ-પાકને નુકસાનની ભીતિ

મોરબીના રવાપર અને ઘુનડા વિસ્તારમાં મોટી સંખ્યામાં માનવ વસાહત વિકસતા ત્યાં ભુગર્ભ પાણી તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉભી થતા તંત્ર દ્વારા રવાપર અને આસપાસનાં વિસ્તારનું ભુગર્ભ પાણીના નિકાલ માટે અલગ અલગ વાડી વિસ્તારમાં થઇ ધુતારી નાલામાં અને ત્યાંથી મચ્છુ નદીમાં નિકાલ કરવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ આ વિસ્તારમાં મસમોટા પાઇપ ફિટ કરવામાં આવી રહ્યા છે. આ માટે ધૂતારી નાલા આસપાસ તોડફોડ કરી.

પાઇપ ફિટ કરવામાં આવતા આસપાસની વાડી વિસ્તારના અંદાજે 3000થી વધુ લોકો પ્રભાવિત થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. આ માટે વજેપર તેમજ અલગ અલગ વાડીના માલિકોએ કલેક્ટરને પત્ર લખી જણાવ્યું હતું કે ધુતારી તળાવ પાસે સ્થાનિક મહિલાઓ કપડાં ધોવા, ઘર વપરાશના પાણીનો ઉપયોગ કરે છે. તેમના માલઢોર આ તળાવનું પાણી પિતા હોય આ ઉપરાંત તેઓના પાકને સિંચાઇ માટે આ તળાવનું પાણી ઉપયોગમાં લેતા હોય છે. ભુગર્ભનું પાણી આ વિસ્તારમાં આવવાથી આસપાસના લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...