માંગણી:મોરબી-રાજકોટ વચ્ચેની બસ જૂના હાઉસિંગ બોર્ડથી શરૂ કરવા માંગ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાકાંઠેથી રોજ ૩ વખત ઉપડતી ઇન્ટરસિટી ફરી શરૂ કરવા માગ

કોરોના મહામારીને પગલે બીજી લહેર દરમિયાન એસટી બસમાં વધુ મુસાફરોને કારણે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે એસટી બસો પણ બંધ કરવામાં આવી હતી પરંતુ હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે સરકાર દ્વાર છૂટછાટ પણ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાંકાઠા વિસ્તારમાં ઉપડતી મોરબી-રાજકોટ રૂટની ઇન્ટરસિટી શરુ કરવા રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે. મોરબી શહેરથી રાજકોટ જતી એસટી ઇન્ટરસીટી બસ જૂના હાઉસીંગ બોર્ડથી શરૂ કરવા લાંબા સમયની માગણી બાદ રાજકોટ ડિવિઝન દ્વારા જૂના હાઉસીંગ બોર્ડથી બસ શરૂ કરવામાં આવી હતી.

જો કે કોવીડ-૧૯ મહામારીને પગલે લાગેલા લોકડાઉન દરમિયાન તે રૂટની બસ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં પુન સરકારી તથા ખાનગી ઓફિસ તથા તમામ ધંધા રોજગાર ફરી ચાલુ થઇ જતા અપડાઉન કરતા કર્મચારીઓ તથા ધંધાર્થીઓએ માંગણી કરવામાં આવી છે કે મોરબી-૨ સામાકાંઠે વિસ્તારથી દરરોજ ૩ વખત ઉપડતી ઇન્ટરસિટી ફરી શરુ કરવા મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલએ રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...